Navratri 2022 Kanya Pujan: ગોરખનાથ મંદિરમાં UP CM યોગી આદિત્યનાથે કર્યું કન્યા પૂજન, જુઓ તસવીરો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવમીના અવસરે સવારે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આ પૂજા ગોરક્ષપીઠાધિશ્વરના રૂપમાં કરી હતી. કન્યા પૂજન બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ અવસરે ગોરખનાથ મંદિરમાં સવારથી જ પૂજા-અર્ચનાના પ્રસંગો સાથે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
કન્યા પૂજન કર્યા બાદ બપોરે 3 વાગ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રથ પર સવાર થઈને રામલીલા મેદાન જશે.
એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી, વ્યક્તિ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ કરે છે. ગંધર્વ, કિન્નરો, નાગ, યક્ષ, દેવી-દેવતાઓ અને મનુષ્યો બધા તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
દેશભરમાં મહાનવમી નિમિત્તે મંદિરોમાં દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)