Navratri 2023: સાતમા નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
દેવી કાલરાત્રિની પૂજા કરવાથી દરેક દુષ્ટતા અને કષ્ટોનો નાશ થાય છે. જીવનની દરેક સમસ્યાને એક ક્ષણમાં ઉકેલવાની શક્તિ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે લોકોના શત્રુઓ તેમના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે અથવા જેઓ કોર્ટના કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમણે કાલરાત્રિની પૂજા અવશ્ય કરવી જોઈએ.
સાતમને લઈ શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી માઇ ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી છે.
ચાચર ચોકમાં દર્શનાર્થી સાથે પૂજારી અને મંદિર ટ્રસ્ટી ગરબે ઘૂમ્યા હતા. દર્શનાર્થી ઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પ્રશાસન અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ખાનગી વાહનો ડુંગર ઉપર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈ એસ ટી નિગમ દ્વારા તળેટીમાંથી રૂટ ઉપર વધારાની એસ ટી બસો દોડાવવામાં આવી રહી છે.
જો તમને રાત્રે ખરાબ સપના આવે તો નવરાત્રીની મહાસપ્તમીના દિવસે દેવીના 32 નામનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક રહેશે.