Navratri Vrat 2021: આવી રહી છે ચૈત્ર નવરાત્રિ, જાણો ક્યા લોકોએ ન કરવું જોઇએ નવ દિવસનું વ્રત
હિન્દુ ધર્મમાં નવરાત્રિની તહેવારનું વિશેષ મહત્વન છે. 13 એપ્રિલથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. 21 એપ્રિલે તેનું સમાપન થશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવેય સ્વરૂપની સાધના, આરાધના થાય છે.આ નવ દિવસ ઉપવાસનું પણ વિધાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવાનું મહત્વ છે. નવરાત્રિના ઉપવાસના પણ કેટલાક નિયમો છે. સ્વાસ્થ્ય આ મામલે મંજૂરી આપે તો જ ઉપવાસ કરવા જોઇએ.
કોવિડના સમયમાં હાલ ઇમ્યુનિટિ જ રક્ષા કવચ છે. આ સ્થિતિમાં જો આપની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી ઓછી હોય વારંવાર બીમાર પડતાં હોય તો નવરાત્રિના નવ દિવસના ઉપવાસ ન કરવા જોઇએ.
જે વ્યક્તિ બીમાર હોય તેમણે વ્રત ઉપવાસ કરવાનું ટાળવું જોઇએ. બીમારીમાં ઇમ્યુનિટિ ઓછી થઇ જાય છે. આ સમયે વધુ રોગ આક્રમણ કરી શકે છે. શરીરને સક્ષમતા વધારવા માટે ઉપવાસથી દૂર રહેવું જોઇએ.
જોઇ કોઇ વ્યક્તિની સર્જરી થઇ હોય કે દવા ચાલતી હોય તો વ્રત ઉપવાસથી બચવું જોઇએ. ડોક્ટરની સલાહ લઇને ઉપવાસ કરવા જોઇએ. આ સમય દરમિયાન દવા બંધ ન કરવી જોઇએ.
જો આપ ડાયાબિટિશના દર્દી હો તો આપ ડાયટ ચાર્ટ બનાવી લો, આવી વ્યક્તિએ ઉપવાસમા ઓછા શુગરવાળા અને સોલ્ટયુક્ત આહારનો પ્રયોગ કરવો જોઇએ. બટાટા અને મીઠા ફળને અવોઇડ કરવા જોઇએ.