Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે
CBIએ 1996માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ થવા બદલ ચંદ્રાસ્વામી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને ED દ્વારા લગાવવામાં આવેલા દંડ તરીકે 9 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું. 66 વર્ષીય ચંદ્રાસ્વામીનું મે 2017માં દિલ્હીની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાચાર અહેવાલો અનુસાર, 72 વર્ષીય સ્વામી અને તેમનો પુત્ર મધ્યપ્રદેશમાં ₹700 કરોડની જમીન હડપના કેસમાં પણ સામેલ હતા. એવો અંદાજ છે કે 2013 સુધીમાં તેણે ભારત અને વિદેશમાં 400 થી વધુ આશ્રમો અને 40 શાળાઓની સ્થાપના કરી હતી.
વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ અને બળાત્કાર કેસના દોષી આસારામ બાપુ પર રાજસ્થાનમાં તેમના આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અગાઉ 2008માં તેના આશ્રમમાંથી બે યુવકો રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા.
રામપાલ ઉર્ફે સ્વયંભૂ બાબા વિરુદ્ધ દેશદ્રોહ, હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણ, ગેરકાયદેસર અટકાયત અને અન્ય કેસ નોંધાયેલા છે. આ બાબા ધરપકડથી બચતો રહ્યો, જેના પરિણામે હરિયાણાના રોહતકના એક ગામમાં તેના અનુયાયીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. રામપાલની 19 નવેમ્બર 2014ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ પર પણ હત્યાનો આરોપ છે. તેણે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.