Janmasthami 2023: જન્માષ્ટમીના અવસરે લડ્ડુ ગોપાલને પ્રિય આ 5 ચીજનો પૂજામાં અચૂક કરો ઉપયોગ, મનોકામનાની થશે પૂર્તિ
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે. બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો
વાંસળી પણ કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.