મોરપંખને ઘરમાં આ જગ્યા પર રાખી દો, થશે પૈસાનો થશે વરસાદ
મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પંખ ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોર પંખને ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. જો તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરમાં મોર પંખ રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોર પંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી સુખ-શાંતિ બની રહે છે. મોર પંખને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે.
પૂજા સ્થાન પર મોર પંખ રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીઓ રહે છે. આવકના નવા સ્ત્રોત બને છે. ધંધામાં પણ ઘણો ફાયદો થશે, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
મોરપીંછનું જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ ખુબ મહત્વ છે. કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ઘરની સાચી દિશામાં અને જગ્યા પર મોરપીંછ સ્થાપિત કરે તો તેનું ભાગ્ય ચમકી શકે છે.
ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે. આ કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
ઘરનો મેઈન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોર પંખ લગાવી દો. આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.