Ganga Dussehra 2023: ગંગોત્રીથી લઈને હરિદ્વાર સુધી ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી
ગંગોત્રી ધામથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા દશેરાના શુભ અવસર પર માતા ગંગાના દર્શન કરવા અને ગંગામાં ડૂબકી લગાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંગોત્રી ધામમાં ગંગા દશેરાના શુભ અવસરે ગંગા મૈયાના પવિત્ર કિનારે ભગીરથ શિલા ખાતે રાજા ભગીરથ મહારાજ જીની ડોળી, ગંગા સહસ્રનામ પાઠ, ગંગા લહરી પઠન, શ્રી સૂક્ત વગેરે મંત્રો સાથે માતા ગંગાની પૂજા કરવામાં આવી હતી.
સવારથી જ ગંગોત્રીમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી અને ભક્તોએ ગંગા કિનારે પવિત્ર સ્નાન કર્યું હતું.
હરિદ્વારમાં ભક્તોએ હર હર ગંગાના નારા સાથે પવિત્ર સ્નાન કર્યું હતું. હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ મોડ પર છે. ભારે ભીડને જોતા તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાના વિસ્તારને ચાર સુપર ઝોન અને 16 ઝોન, 37 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે.
હરકી પૌડી અને અન્ય ઘાટો પર સવારથી જ ભક્તોની ભીડ જામવા લાગી હતી.