Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ
શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. તે શ્રાવણના અંતિમ દિવસે અથવા શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન તારીખ 18મી કે 19મી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણમાં છે. તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે હશે, જે રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે.
આવી સ્થિતિમાં, રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવા માટે બપોરે 1.30 વાગ્યા પછીનો સમય સૌથી શુભ રહેશે.
તમે બપોરે 1:30 થી 09:07 સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા નહીં હોય. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો.
રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો.
સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી, ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે.