Ram Mandir Photo: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને શાનદાર રોશનીથી શણગારવામાં આવ્યું, નહીં જોઈ હોય આવી તસવીરો
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ દરમિયાન, શુક્રવારે (19 જાન્યુઆરી) સાંજે રામ મંદિરને રોશની કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મંદિરની આજુબાજુ અદ્દભુત રોશની કરવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. ભવ્ય કાર્યક્રમ પહેલા મંદિર તેમજ આસપાસના સ્થળોની સુંદરતા જોવા મળી રહી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે માહિતી આપી હતી કે રામ મૂર્તિએ 18 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યા પછી અયોધ્યામાં જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમયે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. શુક્રવારે (19 જાન્યુઆરી) અયોધ્યામાં વિશ્વના સૌથી મોટા દીવા (300 ફૂટ) પણ પ્રગટાવવામાં આવ્યા હતા.
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રાફિક સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
રોશનીથી ઝળહળતા રામ મંદિરનો નજારો એટલો મનમોહક હતો કે લોકો મંદિર સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
મંદિરની સજાવટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકો મંદિરોની દિવાલોને ફૂલોથી સજાવી રહ્યા છે.