Ravan Dahan 2024: રાવણ દહનનું યોગ્ય મુહૂર્ત શું છે, દશેરા પર શું કરવું જોઇએ
Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે. વિજયાદશમી તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09:08 વાગ્યે સમાપ્ત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાવણ દહન મુહૂર્ત 2024 - રાવણ દહનનો શુભ સમય 12 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05.45 થી 08.15 સુધીનો છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન, રાવણ દહન પછી વડીલોને શમીના પાન ચડાવવા વગેરે પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે આ દિવસે શમીના પાન ગિફ્ટ કરે છે, તેના ઘરમાં સુખ અને ધન સમૃદ્ધિ વધે છે.
શા માટે કરવામાં આવે છે રાવણ દહન - રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
શ્રી રામે રાવણને મારવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ વારંવાર નિષ્ફળ ગયા. પછી વિભીષણે શ્રી રામને રાવણની નાભિમાં તીર મારવા માટે સંકેત આપ્યો કારણ કે રાવણે અમૃત કળશ ત્યાં છૂપાવ્યું હતું. શ્રી રામે તીર માર્યું અને રાવણની નાભિમાં તીર વાગતાં જ અમૃત સુકાઈ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો.