Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરવામાં આવ્યો 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર, જુઓ તસવીરો
આજે યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદને 500 કિલો લાલ બટાકાનો શણગાર કરવામાં આવ્યો હતો.
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવારે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
દાદાના સિંહાસનને 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.
સાળંગપુર હનુમાનજીને લાલ બટાકાનો દિવ્ય શણગાર કરાયો.