Shani Jayanti 2023: ગુજરાતના આ ગામમાં આવેલું છે ભગવાન શનિદેવનું જન્મસ્થળ, શનિ જયંતી પર જામી ભક્તોની ભીડ
એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે. શનિ મહારાજનો પ્રકોપ મહાનુભાવોનાં જીવનમાં પણ પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરથી ૩૦ કિમી દૂર હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. શનિ જયંતી હોવાથી અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.
શનિ જનમસ્થળ હાથલા ગામે આજે વિશેષ પૂજા સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. ભક્તો માટે પ્રસાદી, પાણી સહિતની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી શનિભક્તો શનિ જન્મસ્થળ હાથલા ગામે દર્શનાર્થે પહોચ્યા છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા લોકો પૌરાણિક શનિ કુંડમાં સ્નાન કરી પૂજા અર્ચના કરી ધ્યનાતા અનુભવી હતી.
શનિ મહારાજને જયોતિષમાં ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સાચા ખોટાનો નિર્ણય કરે છે.
શનિને સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. મોટાભાગે સજજન વ્યક્તિઓ ઉપર શનિ મહારાજની પરમકૃપા હોય છે. લૂલા-લંગડા, અપંગ, ગરીબ માણસો ઉપર શનિની કૃપા જોવા મળે છે. આવી વ્યક્તિઓની સેવા કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. તેની અસર હાડકાં, સાંધા, ગુદા, દાંત, ગોઠણ વગેરે ઉપર હોય છે. શનિના દોષથી અર્ધાંગ, વાતજન્ય, અન્યવિકાર, સન્નિપાત, ઉધરસ વગેરે વ્યાધિઓ થાય છે.