Sharad Purnima 2022: શરદ પૂર્ણિમાએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોએ માતાજીને કમળ અને શ્રીફળ ધરાવી રીઝવ્યા, જુઓ તસવીરો
આજે શરદ પૂર્ણિમા છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અનેક ભક્તો અમદાવાદ ઉપરાંત બહારગામથી પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જામી હતી. મહાકાળીને પવિત્ર શણગાર કરાયો હતો.
ભક્તો કમળ અને શ્રીફળ ધરાવી ભદ્રકાળીને રીઝવતા જોવા મળ્યા હતા.
આ વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવાથી, નવું વર્ષ સારું નીવડે તેવી પ્રાર્થના ભદ્રકાળીને કરી હતી.
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરે શરદ પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી હતી.
શદર પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા હતા.
ભક્તોએ આગામી વર્ષ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.