Shrawan 2022 : શ્રાવણ મહિનામાં કરો આ 7 વસ્તુનું દાન, સમગ્ર મહિનાની પૂજા બરાબર મળશે ફળ
ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર મહાદેવની કૃપા થાય છે.
ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.