Shrawan 2022: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિશ્વરી અમાસનો યોગ, શિવાલયોમાં ઉમટ્યાં ભક્તો
18 વર્ષ બાદ શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અને શનિ અમાવસ્યાનો સંયોગ સર્જાયો છે. પંચાંગ અનુસાર આ વર્ષે અમાસ પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના રામેશ્વર મહાદેવના મંદિરે આજે 11111 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રાવણના અંતિમ દિવસે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શને ઉમટ્યા છે.
શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી આજે અનેક શિવાલયોમાં આજે લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરાયું છે.
નિ અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર ભાદ્રપદની અમાવસ્યા તિથિ 27 ઓગસ્ટ શનિવારના રોજ આવી રહી છે. શનિવારે પડવાના કારણે તેને શનિશ્ચરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસ અને શનિવાર હોવાથી તેનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન કેટલાક ખાસ કામ કરવા જોઈએ.
અમાવસ્યાના દિવસે શનિ સાડાસાતી અને પનોતીની અસરને ઓછી કરવા માટે રુદ્રાક્ષની માળા સાથે 108 વાર ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
શનિ અમાવસ્યાના દિવસે દાનનું ખૂબ મહત્વ છે. તેથી આ દિવસે શનિદેવ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેથી શનિશ્ચરી અમાવસ્યાના દિવસે લોટ, ખાંડ, કાળા તલ મિક્સ કરીને કીડીઓને ખવડાવો.