Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
શ્રાવણ માણસના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભગવાન શિવજીને અલગ અલગ રીતે ભક્તો રીઝવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવભક્તો શ્રાવણના સોમવારે વિવિધ રીતે મહાદેવની આરાધના કરે છે. કેટલાક જળાભિષેક કરે છે તો અમુક દુધાભિષેક કરે છે. જ્યારે કેટલા શ્રદ્ધાળુ બિલીપત્ર અર્પણ કરે છે.
ભગવાન શિવ એક જળના લોટોથી પણ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.
ભોલેનાથના શરણમાં જવાથી વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવે છે. પાણી, દૂધ, ભાંગ, મધ, ચંદન વગેરે જેવી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ભોલેનાથની પૂજામાં શિવલિંગનો અભિષેક અને તેમના પર ચઢાવવામાં આવતી આ વસ્તુઓનું અલગ-અલગ મહત્વ છે.
પૂજા સિવાય શ્રાવણના સોમવારે ભગવાન શિવના કેટલાક મંત્રોનો જાપ કરવાથી કષ્ટોનો નાશ થાય છે.
અમદાવાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવની આરાધના કરતા શ્રદ્ધાળુ