Sarangpur Photos: સાળંગપુરમાં દિવ્ય શણગાર, આજે ધનુર્માસ નિમિત્તે દાદાને વૈદિક ગ્રંથોથી સજાવાયા, ભક્તોની જામી ભીડ
Sarangpur Hanumanji Mandir: ભારતભરમાં અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે, હિન્દુ ધર્મ અને ધાર્મિક અને વૈદિક રીતે ધનુર્માસનો ખુબ જ મહિમા છે, હાલમાં દિવસોમાં ગુજરાતમાં પણ ઠેર ઠેર મંદિરોમાં ધનુર્માસના ખાસ દર્શન થઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિલસિલામાં આજે પવિત્ર ધામ શ્રી કષ્ટભંજનદેવ દાદા હનુમાનજીના મંદિર સાળંગપુરમાં દિવ્ય શણગાર અને વૈદિક ગ્રંથોના દર્શન કરાવવામાં આવ્યા હતા. જુઓ અહીં તસવીરોમાં..
ધનુર્માસ નિમિત્તે સાળંગપુર ધામમાં આજે દિવ્ય શણગારના દર્શન કરાવવામા આવ્યા હતા, આજે પવિત્ર ધનુર્માસ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદા હનુમાનજીને દિવ્ય શણગાર સાથે વૈદિક ગ્રંથોના દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ અને શનિવાર હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જમા થઇ હતી.
દાદાને દિવ્ય શણગાર તથા વૈદિક ગ્રંથોના દર્શન, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત, રામાયણ વિગેરે ગ્રંથો ધરાવ્યા હતા.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કરાઇ હતી. મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ.