ઘરમાં તુલસીનો છોડ રાખો છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે.
શાસ્ત્રો અનુસાર ભૂલથી પણ તુલસીના છોડની પાસે સાવરણી ન રાખવી જોઈએ કેમકે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે. તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે.
વાસ્તુ અનુસાર ભૂલથી પણ તુલસીની પાસે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઘરમાં ઝઘડા પણ વધે છે.
તુલસી પાસે કેટલીક વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ અશુભ મનાય છે.
તુલસીના પાન તોડતા પહેલા તેને પ્રણામ કરો અને પછી તોડો. એકાદશી, પૂર્ણિમા અને રવિવારે તુલસીના પાન ન તોડવા.