Vastu Shashtra: દરેક મુસીબતમાં રક્ષણ કરે છે કૃષ્ણની પ્રિય માળા, જાણો પહેરવાની સાચી રીત
તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર ગ્રહ બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન નિયંત્રણમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેવી જ રીતે તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. આનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ થાય છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
તુલસીની માળા સાધકને ત્યારે જ ફળ આપે છે જો તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોને ધ્યાનમાં રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને મંદિરમાં રાખો.
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર તુસલીની માળા પહેરનારાઓએ તામસિક ભોજન ન ખાવું જોઈએ.
કહેવાય છે કે તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.
તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને દૂધથી ધોઈ લો. પછી તેને ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણના ચરણોમાં અર્પણ કરો. પછી પહેરો.