Vastu tips for Shop: બિઝનેસમાં આવી રહી છે ખોટ, તમે તો નથી કરી રહ્યા છે આ નાની-નાની ભૂલો
Vastu Tips: જ્યારે ધંધામાં નુકસાન થાય છે, ત્યારે ઘણી વખત વ્યક્તિ સમજી શકતી નથી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થયું, તેનું એક કારણ વાસ્તુની નાની ભૂલો હોઈ શકે છે, જેને આપણે અવગણીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર અનુસાર, બેસવાની જગ્યા એટલે કે દુકાનમાં કાઉન્ટરનુ સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. વેપારી માટે તે જ્યાં બેસીને વેપાર કરે છે તે સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેને કાઉન્ટર કહેવામાં આવે છે.
કાઉન્ટરનું પોતાનું મહત્વ અને ગૌરવ છે. કાઉન્ટર પર બેસીને ક્યારેય ભોજન ન ખાવું, ન તો તેના પર સૂવું. વાસ્તુ અનુસાર આ ખોટું છે, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. ગરીબી આવે છે.
આ સિવાય કેશ કાઉન્ટર અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પગ મુકીને ન બેસવું જોઈએ. આના કારણે આશીર્વાદ જતા રહે છે અને ધંધો ધીમો પડી જાય છે.
સનાતન ધર્મ અનુસાર જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, તમારી દુકાન અથવા ઓફિસ ખોલ્યા પછી, સૌથી પહેલા ઝાડુ કરો. પાણીમાં મીઠું નાખી પોતુ કરો. કાઉન્ટરની આસપાસ કચરો ન નાખો. આવું ન કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે.
દુકાન બંધ કરતી વખતે કબાટને હાથથી બંધ કરો. તેને લાત મારીને બંધ ન કરવું જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યવસાય પર નકારાત્મક અસર પડે છે. વેચાણને અસર થાય છે.ધંધામાં પ્રગતિ માટે દરરોજ સૂર્યોદય પહેલા જાગીને લોટ ગાયને ખવડાવો. આ ઉપાય કર્યા પછી ઉંઘવાનું નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી વેપારમાં ધન અને સમૃદ્ધિની કમી નથી.