Vastu Tips: વાસ્તુ અનુસાર જાણો, ઘરમાં કઇ વસ્તુને રાખવાથી આર્થિક તંગીનો કરવો પડે છે સામનો
મોટાભાગના લોકોને એવી ફરિયાદ રહે છે કે, ધનની આવક તો થાય છે પરંતુ ટકતું નથી આવક કરતાં ખર્ચ વધી જતાં બરકત નથી રહેતી. જો આપ પણ કંઇ આવી સમસ્યાથી પીડિત હો તો ધન પ્રાપ્તિ અને તેના સંચય માટેના કેટલા વાસ્તુના નિયમ સમજી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુ દોષ વ્યક્તિનું નસીબ બગાડી દે છે. તેના કારણે પણ ઘણી વખત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો જાણીએ ઘરનાં કઇ વસ્તુને ક્યાં રાખવાથી અને કઇ વસ્તુ ખરાબ થવાથી વાસ્તુ દોષ ઉદભવે છે અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ઘરની તિજોરી કે કબાટનો મુખ જો દક્ષિણ દિશામાં હોય તો ખોટો ધનનો વ્યય થાય તેવી સ્થિતિ ઉત્પન થાય છે અને પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. અલમારી કે તિજોરી કોઇ પણ દિશામાં રાખો પરંતુ તેનું મુખ હંમેશા ઉત્તર દિશામાં જ ખૂલવું જોઇએ.
વાસ્તુ અનુસાર નળમાં ટપકતુ પાણી પણ અશુભ છે. જો ઘરનો નળ ખરાબ થઇ ગયો હોય તો તરત જ તેને રિપેર કરાવી લો. વાસ્તુ મુજબ સતત નળમાંથી ટપકતુંુ પાણી આર્થિક તંગીના સંકેત આપે છે.
જો ઘરમાં પાણીના નિકાસની દિશા પશ્ચિમ કે દક્ષિણ દિશામાં થતી હોય તો આ પણ અશુભ મનાય છે. જો પાણીનો નિકાસ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં થયો હોય તો તે પણ કંગાલિતના સંકેત આપે છે. ઘરનો પાણીનો નિકાસ પૂર્વ દિશા તરફ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
ઘરમાં તૂટેલો કાચ રાખવો પણ વાસ્તુમાં નિષેધ છે. તૂટેલો કાય નેગેટિવ ઊર્જાનો સંચાર કરે છે. ભાગ્ય, સંપત્તિ, સંબંધ સહિતની અનેક પરેશાનીને તે નોતરે છે. તો ઘરમાં તૂટેલા કાચ અને અન્ય ભંગારના નકામાન સામાને દૂર કરવા જોઇએ. જે નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે.
ફાટેલુ પર્સ પણ દરિદ્રતાની નિશાની છે ક્યારેય પણ ફાટેલું તુટેલુ પર્સ ન રાખવં જોઇએ. જો પર્સ ફાટેલું હોય તો તરત બદલી દેવું જોઇએ.
વાસ્તુમાં બેડરૂમની સામને દિવાલનું ઘણું મહત્વ છે. આ બેડરૂમના ગેટ સામેની દિવાલમાં તિરાડ પડે તો તે ભાગ્ય અને સંપત્તિ સંબંધિ પરેશાનીને વધારે છે.