શનિ દેવની સાડાસાતી અને પનોતીથી આ રાશિઓને ક્યારે મળશે મુક્તિ
શનિ ગ્રહ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિએ વર્ષ 2023માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ તબક્કામાં શનિની સાડાસાતી મીન રાશિ પર હતી અને મકર અને કુંભ રાશિને પણ શનિની સાડાસાતીની અસર થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની પનોતી શરૂ થઈ ગઇ છે. વર્ષ 2024માં શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. શનિ હવે વર્ષ 2025માં જ પોતાની રાશિ બદલી દેશે.
વર્ષ 2024માં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિના પ્રભાવમાં રહેશે. શનિની પનોતી અઢી વર્ષ સુધી ચાલે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ અકસ્માતોથી બચીને રહેવું જોઈએ અને સાવધાનીથી ચાલવું જોઈએ.
શનિની સાડાસાતી અને પનોતીની અસર વર્ષ 2025 સુધી રહેશે. શનિ 29 માર્ચ, 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 2028 સુધી આ રાશિમાં રહેશે.
2025માં શનિની રાશિ બદલાશે. હાલમાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડા સાતી ચાલી રહી છે.
સાથે જ શનિનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહ્યો છે. 2025માં શનિની રાશિ પરિવર્તનને કારણે મકર રાશિમાંથી શનિની સાડા સાતી સમાપ્ત થશે અને વૃશ્ચિક અને કર્ક રાશિના લોકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે.