ભગવાન શંકરને સોમવારના દિવસે આ રીતે કરો અભિષેક, થશે આર્થિક લાભ

ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો. તેનાથી ભગવાનની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.

સોમવારે શિવલિંગનો અભિષેક કરો. આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર, ફૂલ, ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો. આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો.
સોમવારે સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો. શિવલિંગને ઉત્તર દિશામાં સ્થાપિત કરો અને પહેલા ગંગા જળથી અભિષેક કરો.
હવે ખાંડ, દહીં, દૂધ અને ઘી સહિતની વસ્તુઓથી અભિષેક કરો. આ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરો. છેલ્લે ગંગા જળથી અભિષેક કરો. ભગવાન શિવને ચંદનનો ત્રિપુંડ ચઢાવો. ફૂલની માળા અને બિલીપત્રના પાન અર્પણ કરો.
મહાદેવને વસ્ત્રો, રૂદ્રાક્ષ વગેરેથી શણગારો. દીવો પ્રગટાવો અને આરતી કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. ભગવાનને અર્પણ કર્યા પછી, લોકોમાં પ્રસાદ વહેંચો.