Pitru Paksha 2024: શ્રાદ્ધમાં ભૂલથી ન કરો આ કામ, 16 દિવસ આ કાર્ય કરવા વર્જિ,ત નહિતો પિતૃ થાય છે નારાજ
પિતૃ પક્ષ દરમિયાન દારૂ, માંસાહાર, સોપારી, રીંગણ, ડુંગળી, લસણ, વાસી ખોરાક, સફેદ તલ, ગોળ, મૂળો, કોળું મીઠું, સત્તુ, જીરું, મસૂર, સરસવ વગેરે વર્જિત માનવામાં આવે છે. જો કોઈ શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવ જોઈએ.
પિતૃપક્ષમાં કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ. આ સિવાય અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈની સાથે જુગાર કે છેતરપિંડી જેવી વસ્તુઓ ન કરવી જોઈએ. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
પિતૃપક્ષ દરમિયાન કોઇ સાઘુ તમારા દ્વારે આવે તો તેમનું અપમાન ન કરો. સાધુ સંતનું અપમાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે.
આ ઉપરાંત, જો કોઈ ગાય, કૂતરો અથવા ભિખારી તમારા દરવાજે આવે તો તેનું અપમાન ન કરો. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્યક્તિએ પોતાના વાળ, નખ અને દાઢી ન કાપવી જોઈએ.
શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂલથી પણ લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો. તેમજ શ્રાદ્ધ કરવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમય દરમિયાન, તમે પિત્તળના વાસણોમાં ખોરાક ખાઈ શકો છો અને તાંબાના વાસણોમાં પાણી પી શકો છો.