Ganesh Chaturthi 2023: ગણેશજીની સ્થાપના સાથે કરો આ 6 ઉપાય, ઘર પર વરસશે બાપ્પાની કૃપા
ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે., જ્યારે તેમની શુદ્ધ હૃદયથી પૂજા કરવામાં આવે છે. ત્યારે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આ સમયગાળા દરમિયાન ઘણા જ્યોતિષીય ઉપાયો પણ દર્શાવવામાં આવ્યાં છે. જેનાથી ઘર પર અચૂક બાપ્પાની કૃપા વરસે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાપ્પાની કૃપા મેળવવા માટે ગણેશ ચતુર્થી પર આ જ્યોતિષી ઉપાય અચૂક કરો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવાનું ભૂલશો નહીં. અભિષેક કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ અચૂક કરો.
ગણેશ ચતુર્થીના દિવસ ઘરના મંદિરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. તેની સ્થાપનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નથી આવતી.
ગણેશ ચતુર્થીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે બાપ્પાના દુર્વા અચૂક અર્પણ કરો અને કામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધન સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ ઘી અને ગોળ અવશ્ય અર્પણ કરો અથવા તો ગાયને ખવડાવો. તેનાથી આર્થિક તંગી દૂર થશે.
શક્ય હોય તો ગણેશ ચતુર્થીના દિવસે હાથીને ચારો નાખો. તેનાથી જીવનની સઘળી સમસ્યાઓ દૂર થાય છે અને બાપ્પાની કૃપા વરશે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા લગ્નજીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરો અને ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરો. આ ઉપાયથી જલ્દી જ તમારા લગ્નની શક્યતાઓ વધવા લાગશે. આ સિવાય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. જ્યાં સુધી તમે લગ્ન ન કરો ત્યાં સુધી દર બુધવારે ભગવાન ગણેશને પીળા રંગનું ભોજન અર્પણ કરતા રહો.