Diwali 2023: દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજા સમયે આ એક ઉપાય અચૂક કરજો, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
10 નવેમ્બરના રોજ ધનતેરસથી દિવાળીની 5 દિવસીય ઉજવણી શરૂ થશે. દિવાળી 12મી નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે લક્ષ્મી પૂજાનું અનેરૂ મહત્વ છે. આ અવસરે પૂજામાં કેટલાક ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજા અવસરે કોડ઼ી અને ગૌમતી ચક્રને પણ માને અર્પણ કરો. આ બંન વસ્તુ તેને પ્રિય છે.
આ કોડીને પૂજા બાદ ઘરના મુખ્ય દ્રાર પર બાંધી દો, તેનાથી ઘર મહાલક્ષ્મીની સદૈવ કૃપા રહેશે. આ પ્રયોગથી વાસ્તુ દોષ પણ દુર થાય છે
મહાલક્ષ્મીને પૂજામાં નૈવેદ્યમાં સાકરવાળુ દૂધ અચૂક અર્પણ કરો. બાદ આ દૂધને પ્રસાદરૂપે સૌને વહેચો. મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે.
મહાલક્ષ્મીને સાફસફાઇને સુંદરતા ખૂબ જ પ્રિય છે. તેથી જ કહેવાય છે કે, ઝાડુમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે. તેથી આ દિવસે ખાસ ઝાડુની પૂજા કરીને તેને મંદિરની પાસ મૂકી દો.
દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા સમયે શ્રીયંત્ર અને મહાલક્ષ્મી યંત્રની અવશ્ય પૂજા કરો. ધન ધાન્યની વૃદ્ધી માટે ઉપાય કારગર છે.
મહાલક્ષ્મીને દિવાળીમાં કમળનું પુષ્પ અર્પણ કરવું પણ શુભ મનાય છે. કમળનું પુષ્પ શક્ય ન હોય તો શ્વેત અથવા લાલ પુષ્પ અચૂક અર્પણ કરો