Navratri Puja 2023:નવરાત્રિમાં મનોકામનાની પૂર્તિ માટે રાશિ મુજબ કરો આ ઉપાય, માના મળશે આશિષ
Navratri Puja 2023: નવરાત્રિમાં મા નવદુર્ગાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બારેય રાશિ મુજબ જાણીએ ક્યાં સ્વરૂપનું પૂજન અર્ચન કરવાથી લાભ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ રાશિ:મેષ રાશિના જાતકોએ મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રની પૂજા કરવી જોઇએ. માન્યતા અનુસાર જો મેષ રાશિના જાતક વિધિ વિધાનથી ભાવથી માનું પૂજન અર્ચન કરે તો સમગ્ર મનોકામનની પૂર્તિ થાય છે.
વૃષભ રાશિ:વૃષભ રાશિના જાતકે મા કુષ્માન્ડાનું પૂજન અર્ચન કરવાથી ઉત્તમ ફળ મળે છે. નવમીએ વ્રત રાખીને પૂજન અર્ચન કરવું જોઇએ.
મિથુન રાશિ: રાશિના જાતકે મા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઇએ. વ્રત રાખીને પૂજા કરવાથી દરેક સંકટ દૂર થાય છે.
કર્ક રાશિ:કર્ક રાશિના જાતકે માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવું જોઇએ. વિધિવત વ્રત પૂજનથી મનોકામનાની પૂર્તિ થાય છે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતક માટે કાલરાત્રિની પૂજા ઉત્તમ ફળદાયી નિવડે છે.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતક માટે ચંદ્રાઘંટાની પૂજા ઉત્તમ મનાય છે. તેનાથી ભક્તના બધા જ દુ:ખો દૂર થાય છે.
તુલા રાશિ: તુલા રાશિના જાતકે મા બ્રહ્મારિણીની પૂજા કરવી જોઇએ, તેનાથી ભક્તના જીવનમાં સુખનું આગમન થશે.
વૃશ્ચિક રાશિ:વૃશ્ચિક રાશિના લોકોએ શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઇએ. તેનાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
ધન રાશિ : ધનુરાશિના જાતકે વ્રત રાખીને મા સિદ્ગિદાત્રી પૂજા કરવી જોઇએ.
મકર રાશિ: મકર રાશિના જાતક મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરે. ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.
કુંભ રાશિ:આ રાશિના લોકોએ મકર રાશિની જેમ મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરવું ઉત્તમ ફળદાયી સાબિત થાય છે.
મીન રાશિ: આ રાશિના જાતક માટે પણ મા સિદ્ધિદાત્રીની સાધના, આરાધના, ઉપાસના સંકટોને દૂર કરીને મનોકામનાની પૂર્તિ કરે છે.