Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિ પર આ ઉપાય અચૂક કરો, ભાગ્યોદય સાથે મા લક્ષ્મીની વરસશે કૃપા
9 એપ્રિલ મંગળવાર આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિમાં કેટલાક ઉપાયગ કરવાથી ધનલાભ અચૂક થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનાતન ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્વ છે. આ તહેવાર દેવી દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે અને લોકો નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. તે રામ નવમી સાથે સમાપ્ત થશે, જે 17 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નવરાત્રિમાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવો, માતાજીનું પૂજન અર્ચન કરીને ઘટસ્થાપન કરો. આ સાથે 9 દિવસના ઉપવાસ રાખો. આ સાથે ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ના જાપ કરવા જોઇએ.
ધનઉપાર્જન માટે નવરાત્રિના નવ દિવસ હનુમાનજીને પાન અર્પણ કરો
માતાજીને નવમાંથી એક દિવસ શૃંગારની ચીજો અર્પણ કરો
ધનલાભ માટે મા દુર્ગાને ઇલાયચીનો ભોગ અચૂક ધરાવો
મખાના અને સિક્કા માતાજીને અર્પણ કરો અને બાદ તેને ગરીબોને અર્પણ કરો
નવરાત્રિમાં શ્રીયંત્રની પૂજા કરો અથવા તો કોણ પણ સોના કે ચાંદીના સિક્કાનું પૂજન કરીને માના ચરણોમાં અર્પણ કરો ધનમાં થશે વૃદ્ધી નવરાત્રિના અંતિમ દિવસે આ સિક્કાને રેશમના પકડામાં લપેટીને તિજોરીમાં મૂકી દો. ગરીબી ક્યારેય નહિ આવે.