Christmas 2024: નાતાલના અવસરે આ કામ કરવાનું ન ચૂકશો, જીવનમાં સુખ સમૃદ્ધિની થશે વૃદ્ધિ
Christmas 2024: 25 ડિસેમ્બર 2024ના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવશે. કહેવાય છે કે, નાતાલની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં એવું ફળ મળે છે જેને મેળવવા માટે લોકો ઘણી મહેનત કરે છે. જાણો નાતાલના ઉપાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રોમાં ગુપ્ત દાનને મહાન દાન માનવામાં આવ્યું છે. ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભપ જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
નાતાલની રાત્રે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ભેટ તરીકે મીઠાઈઓ, રમકડાં, કપડાં વહેંચો. ભગવાન ઇસુ કહેતા હતા કે નિરાધાર અને ગરીબોને મદદ કરવાથી આપણને ભગવાનની પૂજા જેવું જ ફળ મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર પર ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવવાથી પરિવારમાં પ્રેમ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
એવું માનવામાં આવે છે કે નાતાલની રાત્રે ગરીબોને ભોજન કરાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કષ્ટોમાંથી રાહત મળે. માનસિક તણાવ દૂર થાય.
ઘરમાં લાઇટ ઓરેંજ કલરની મીણબત્તીઓ. તે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે નાતાલનો તહેવાર રવિવારે છે. આ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી માન સન્માન વધે છે.
ક્રિસમસ ટ્રી પર લાલ રંગની રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા લટકાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. સમૃદ્ધિ આવે છે. પ્રગતિનો માર્ગ સરળ બને છે.