Monthly Horoscope: ઓગસ્ટમાં સર્જાતા આ યોગના કારણે મેષ સહિત આ રાશિની ખુલ્લી જશે કિસ્મત
કેટલીક રાશિઓ માટે ઓગસ્ટ ((August 2024)) મહિનો ઉત્તમ રહેશે. શનિદેવની કૃપાથી કેટલીક રાશિઓને સારા પરિણામ મળશે,. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
પ્રતીકાત્મક તસવીર
1/5
કેટલીક રાશિઓ માટે ઓગસ્ટ ((August 2024)) મહિનો ઉત્તમ રહેશે. શનિદેવની કૃપાથી કેટલીક રાશિઓને સારા પરિણામ મળશે,. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
2/5
માસિક રાશિફળ એટલે કે આખા મહિનાના ભવિષ્યનું આંકલન,નોકરી અને કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે આ મહિનો કેવો જશે, ખાસ કરીને ખાસ સર્જાતા યોગની કઇ રાશિ પર શુભ અસર થશે જાણીએ રાશિફળ
3/5
મેષ-આર્થિક લાભ માટે આ યોગ ભલે એટલો અસરકારક સાબિત ન થાય પરંતુ તે બજારમાં તમારી વિશ્વસનીયતા ચોક્કસ વધારશે.નોકરી કરનારાઓ માટે ઓગસ્ટ મહિનામાં શનિ કામમાં વધારો કરશે. કાર્યભાર વધવાથી તમારી જીવનશૈલીમાં બદલાવ આવી શકે છે. પરિવાર માટે ઓછો સમય મળવાને કારણે તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો.
4/5
વૃષભ- લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે, પરંતુ આળસથી દૂર રહો. વધુ પડતા આત્મવિશ્વાસથી બચવાની પણ જરૂર છે. બીજાની ટીકા કરવાથી દૂર રહેવાનો પ્રયાસ કરો.15 ઓગસ્ટ, 2024 સુધી દસમા ભાવમાં સૂર્ય સાથે ષડાષ્ટક યોગ બની રહ્યો છે, જે શુભ નથી. આ કારણથી નોકરી કરતા લોકોને કાર્યસ્થળમાં સખત મહેનત કર્યા પછી પણ વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. 16 ઓગસ્ટથી નોકરીમાં પ્રમોશન અથવા સારી તકની સ્થિતિ પણ સર્જાઈ રહી છે.
5/5
કન્યા-જે લોકોને ઓગસ્ટમાં ઇન્ટરવ્યુ આપવાનું છે તેમના માટે સારા પરિણામ લાવી રહ્યા છે.16 ઓગસ્ટ 2024થી છઠ્ઠા ભાવમાં સૂર્યની સાતમી રાશિ હોવાને કારણે સરકારી નોકરી કરતા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ટ્રાન્સફર ઈચ્છો છો, તો નિર્ણય ખોટો હોવાની શક્યતા છે. પરંતુ 26 ઓગસ્ટ, 2024થી મંગળના છઠ્ઠા ભાવથી નવમું-પંચમ રાજયોગ બનવાના કારણે ઓફિસમાં તમારી કામગીરી બધાને આશ્ચર્યચકિત કરી શકે છે.
Published at : 31 Jul 2024 08:11 AM (IST)