Guruwar Upay: કરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધને દૂર કરવા ગુરૂવારે આ ઉપાય અચૂક કરશો
Guruwar Upay: આ વર્ષે સાવનમા પણ અધિકામાસ છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન આવતો પ્રથમ ગુરુવારે આ ઉપાય કરવાથી વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ કૃપા મળશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવ ભક્તો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વનો છે. પરંતુ આ વર્ષે સાવનમાં અધિકામાસ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
અધિક માસમાં આવતા ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.