Astro Tips: આ ગ્રહ તમને બનાવે છે ગરીબ, આનાથી કઇ રીતે બચશો, જાણો ઉપાય વિશે

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે

એબીપી લાઇવ

1/6
Rahu-Ketu: જ્યોતિશ શાસ્ત્ર વિશે જાણવું દરેકે જરૂરી છે, જ્યોતિષમાં કયો ગ્રહ ગરીબી અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર છે. તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જાણી લેવી જરૂરી બને છે. રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે. તેમનું નામ સાંભળીને લોકો ઘણીવાર ડરી જાય છે. કારણ કે કુંડળીમાં રાહુ-કેતુની અશુભ અસરને કારણે માણસ પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
2/6
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જો તે કુંડળીમાં અશુભ હોય તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ 18 મહિના એટલે કે દોઢ વર્ષ પછી બદલાય છે.
3/6
કુંડળીમાં રાહુની ખરાબ સ્થિતિને કારણે કામ અટકી જાય છે, આર્થિક નુકસાન અને આર્થિક લાભમાં સમસ્યા ઊભી થાય છે. કેતુના ખરાબ પ્રભાવને કારણે કેરિયરમાં પ્રગતિ થતી નથી અને સંબંધો બગડવા લાગે છે. જેના કારણે માનસિક સ્થિતિ પણ બગડી શકે છે.
4/6
રાહુ દોષને દૂર કરવા અથવા ઘટાડવા માટે વાદળી રંગના કપડાં પહેરો. કેતુની અસર ઓછી કરવા માટે ગુલાબી વસ્ત્રો પહેરો, આ રાહુ અને કેતુની અસરને ઓછી કરી શકે છે.
5/6
રાહુ અને કેતુ દોષોને ઘટાડવા માટે પંચમુખી શિવની સામે બેસીને રુદ્રાક્ષની માળાથી 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.
6/6
ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. દરરોજ આ મૂર્તિની પૂજા કરો.
Sponsored Links by Taboola