Hindu God in Japan: જાપાનમાં પણ હિન્દુ દેવી-દેવતાઓની થાય છે પૂજા! જાણો ભગવાન શિવ અને માં સરસ્વતીના અનોખા નામ

Hindu God in Japan: હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની જેમ જાપાનમાં પણ આવા જ દેવતાઓ છે, જેમનુ રૂપ ભારતીય દેવતાઓ જેવુ જ છે. ચાલો જાણીએ ભગવાન શિવ અને સરસ્વતીજીના સ્વરૂપોના શું છે નામ ?

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/9
સનાતન ધર્મ એ વિશ્વના સૌથી જૂના ધર્મોમાંનો એક છે, જેના મૂળ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. શું તમે જાણો છો કે જાપાનમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા અલગ અલગ નામોથી કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે જાપાનમાં આ દેવી-દેવતાઓને કયા નામોથી બોલાવવામાં આવે છે.
2/9
જાપાનમાં બેંઝાઈતેનને માં સરસ્વતીના રુપમાં પૂજવામાં આવે છે. ભારતની જેમ જાપાનમાં પણ તેમને જ્ઞાન, સંગીત, વિદ્યા અને પવિત્ર જળની દેવી તરીકે પૂજવામાં આવે છે.
3/9
જાપાનમાં માં લક્ષ્મીને કિશોતન (Kishoten) ના રુપમાં કલ્યાણ, સમૃદ્ધિ, સૌંદર્ય અને અને સૌભાગ્યની દિવ્ય શક્તિના રુપમાં પૂજવામાં આવે છે.
4/9
જાપાની પરંપરાઓમાં દાયકોકુટેન (Daikokuten)ને શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. જાપાનમાં દાયકોકુટેન ધન, સુરક્ષા અને શુભ ફળ આપનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે.
5/9
જાપાનમાં કુબેરજીને વિશામોનતેન (Bishamonten)ના રુપમાં માની યુદ્ધ, ધર્મ અને દિવ્ય ધન- સંપત્તિના સ્વામીના રુપમાં પૂજવામાં આવે છે.
Continues below advertisement
6/9
જાપાનમાં ગણેશજીને કાંગિતેન (Kangiten)નું રુપ માની આનંદ, સફળતા, શુભ ફળ આપનાર અને દામ્પત્ય જીવનમાં સુખ આપનારા દેવતાના રુપમાં માને છે.
7/9
સ્વર્ગલોકના રાજા ઇન્દ્રની જેમ જાપાનમાં તૈશાકુતેન (Taishakutem)ની પૂજા કરવામાં આવે છે. તેમને જાપાનમાં ધર્મનું રક્ષણ કરનારા દૈવી દેવતા તરીકે પૂજવામાં આવે છે.
8/9
જાપાનની બૌદ્ધ પરંપરા અનુસાર બોનતેન (Bonten)નું રૂપ બ્રહ્મા જેવું લાગે છે. બ્રહ્માજી બ્રહ્માંડના સર્જનહાર અને દિવ્ય જ્ઞાનના સ્ત્રોત છે.
9/9
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola