Weekly Rashifal: 21 મેથી શરૂ થતા સપ્તાહમાં વૃષભ અને મિથુનને નિર્ણય સમજીને લેવા, જાણો સાપ્તાહિક રાશિફળ
મેષ (Aries)મેષ રાશિના જાતકો માટે મેનું આ નવું અઠવાડિયું વ્યસ્ત રહેશે. પરંતુ સમસ્યાઓ પહેલા કરતા ઓછી થશે. જો કે સંજોગોમાં અચાનક કોઈ બદલાવ નહીં આવે, પરંતુ ગયા સપ્તાહે ઊભી થયેલી પરેશાનીઓમાં સુધારો થતો જણાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃષભ (Taurus):વૃષભ રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાના પર ખૂબ નિયંત્રણ રાખવું પડશે. કંઈપણ સમજી-વિચારીને કહો અને કોઈને પણ વચન આપતા પહેલા બે વાર વિચાર કરો. ખાસ કરીને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર પડશે.
મિથુન: (Gemini):આ અઠવાડિયે, તમારા પરિવારમાં સંવાદિતા વધવાની સંભાવના છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
કર્ક (cancer )સપ્તાહ તમારા માટે માનસિક રીતે મૂંઝવણભર્યું રહી શકે છે. આ સપ્તાહ કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ લઈને કામ કરો. દરેક પર વિશ્વાસ ન કરો. તમારા પોતાના વ્યવસાય પર ધ્યાન આપો ખાસ કરીને મહિલાઓએ વાતચીતમાં સાવધાન રહેવું જોઈએ. જો તમે લોન માટે દોડી રહ્યા છો તો આ અઠવાડિયે તમારું કામ થઈ શકે છે. આ અઠવાડિયે તમે ક્યાંક ફરવા પણ જઈ શકો છો
(Leo):સિંહ સિંહ રાશિના લોકોને આ અઠવાડિયે પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે, જે ટૂંક સમયમાં લગ્નમાં પરિણમી શકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં શુભ થવાની સંભાવના છે. માન-સન્માનમાં વૃદ્ધિ, ઓફિસમાં પ્રગતિ અને ઘરમાં શુભ પ્રસંગોની સંભાવના છે
કન્યા (Virgo):કન્યા રાશિ માટે અઠવાડિયું ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. તમને એકસાથે ક્યાંકથી સારા સમાચાર અને ક્યાંકથી ખરાબ સમાચાર મળી શકે છે. પરંતુ મોટી મુશ્કેલીના કોઈ સંકેત નથી.