Maa Saraswati: 24 કલાકમાં આ સમયે બોલેલું થઇ જાય છે સત્ય, થાય છે મનોકામના પૂર્ણ, એ સમય જીભ પર બેસે છે મા સરસ્વતી
Maa Saraswati: શાસ્ત્રો અનુસાર, 24 કલાકમાં એક વાર દેવી સરસ્વતી જીભ પર નિવાસ કરે છે અને તે દરેક વ્યક્તિની જીભ પર બિરાજે છે, એવું માનવામાં આવે છે કે તે સમયે બોલાયેલા શબ્દો સાચા બને છે. જાણો દિવસના કયા સમયે જીભ પર સરસ્વતીનો વાસ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારકિર્દીમાં સફળતા માટે વાણી, બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે જેમના પર સરસ્વતીજી મહેરબાન થાય છે તેનું જીવન આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે.
હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને સૌથી શુભ સમય માનવામાં આવે છે. સવારે 3 વાગ્યા પછી અને સૂર્યોદય પહેલાનો સમય બ્રહ્મ મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે સવારે 3.20 થી 3.40 ની વચ્ચે માતા સરસ્વતી વ્યક્તિની જીભ પર બિરાજે છે, આ સમયે બોલાયેલ શબ્દ સાચો બને છે.
મોટાભાગે વડીલો કહે છે કે વાણીમાં ક્યારેય કડવાશ ન હોવી જોઈએ, આવી સ્થિતિમાં ખાસ કરીને આપેલા સમયે ધ્યાનથી બોલવું જોઈએ, કારણ કે તમારી વાણી તમારી સાથે બીજાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વિદ્યાર્થીઓને દરરોજ ઓમ અને હ્રી ક્લીં મહાસરસ્વતી દેવાય નમઃ. મા સરસ્વતીના આ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે, તેનાથી વ્યક્તિ કૃશાગ્ર બુદ્ધિનો બનેછે અને માનસિક વિકાસ ઝડપથી થાય છે.
કહેવાય છે કે પૂજા કે ધાર્મિક અનુષ્ઠાનનું પરિણામ ત્યારે જ મળે છે જ્યારે નિયમોનું ધ્યાન રાખવામાં આવે. દેવી સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે, કોઈને નુકસાન ન કરો, તમારી વાણી પર સંયમ રાખો, વૃદ્ધો અને અસહાયનો અનાદર ન કરો.
જો આપની કોઇ મનોકામના હોય તો સવારે 3:20 સુધીનો સમયે મન શરીરથી પવિત્ર થઇને આરાધ્ય સામે બેસો બાદ આપની કામનાને દોહરાવો અને પ્રાર્થના કરો, આપની કામના અચૂર પૂર્ણ થશે.