Shani Gochar 2025: આગામી વર્ષ 2025માં શનિ દેવ કઇ રાશિના જાતકને કરશે પરેશાન અને ક્યારે કરશે ગોચર?

શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે, આવી સ્થિતિમાં શનિની મહાદશાની અસર લાંબા સમય સુધી રહે છે. જાણો 2025માં શનિનું ગોચર ક્યારે થશે અને કઈ રાશિના લોકોને શનિદેવ પરેશાન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Shani Gochar 2025: શનિનું રાશિ પરિવર્તન સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલી નાખે છે. કર્મ લક્ષી શનિના ગોચરના કારણે સાડાસાતી અને પનોતીની અસર ધન રાશિ પર જોવા મળે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે, 2025માં ક્યારે શનિ ગોચર કરશે, કઈ રાશિ પર થશે શનિની પનોતી થશે અન કોને મળશે મુક્તિ જાણીએ

મેષ - શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મેષ રાશિના લોકોની પરેશાનીઓ વધશે, કારણ કે શનિની સાડા સતીનો પ્રથમ ચરણ તમારા પર શરૂ થશે. આવી સ્થિતિમાં સમસ્યાઓ વધશે અને આવકમાં ઘટાડો થશે. નોકરીમાં વિવાદ વધી શકે છે. પૈસા બાબતે સાવધાની રાખો.
કુંભ - આવતા વર્ષે માર્ચ પછી કુંભ રાશિના લોકો માટે સાડા સતીનો અંતિમ ચરણ શરૂ થશે. નોકરી કરતા લોકોનો તેમના સાથીદારો સાથે દલીલો થઈ શકે છે, જો વિવાદ વધે છે, તો તેમની નોકરી ગુમાવવાનું જોખમ રહેલું છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. વધારાના ખર્ચનો બોજ ઉઠાવવો પડશે.
મીન - મીન રાશિના લોકો માટે આવતા વર્ષે સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. આવી સ્થિતિમાં તમારે સ્વાસ્થ્યના મામલામાં સાવધાન રહેવું જોઈએ, નહીં તો કોઈ મોટી બીમારી તમને ઘેરી શકે છે. આર્થિક સ્થિતિ પર પણ વિપરીત અસર થઈ શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે.