Dhanteras 2023: મેષથી કન્યા રાશિના જાતક માટે ધનતેરસના અવસરે આ વસ્તુની ખરીદી કરવી રહેશે શુભ
ધનતેરસના અવસરે કેટલીક વસ્તુની ખરીદી ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે જે પણ ખરીદી કરીએ તે તેર ગણી થતી હોવાની માન્યતા હોવાથી સોનું ચાંદી ખરદવાની માન્યતા વધુ છે. જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુની ખરીદીવી આપના માટે શુભ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ -મેષ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સાવરણી ખરીદીને ઘરે લઈ જવી જોઈએ. તમે માણિક્ય કે મૂંગા પણ ખરીદી શકો છો. આ રત્નની ખરીગી આપના માટે શુભ રહેશે.
વૃષભ-વૃષભ રાશિના લોકો ધનતેરસ પર મીઠું ખરીદી શકે છે. જો નાણાકીય સ્થિતિ અનુકૂળ હોય, તો તમે ચાંદીના સિક્કા ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બને છે.
મિથુન-મિથુન રાશિના લોકોએ ધનતેરસના દિવસે ગોમતી ચક્રને ઘરે લાવવું જોઈએ અને યોગ્ય વિધિથી તેની સ્થાપના કરવી જોઈએ. આ સિવાય તમે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. જો તમે ઈચ્છો તો સોનાના ઘરેણાં પણ ખરીદી શકો છો.
કર્ક -કર્ક રાશિવાળા લોકોએ ધનતેરસ પર વાસણો ખરીદવા જોઈએ. તમે ચાંદીના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે ચંદ્ર કુંડળીમાં બળવાન બનશે.
સિંહ -સિંહ રાશિના લોકોએ ધનતેરસ પર પીળા રંગની વસ્તુઓ ખરીદવી જોઈએ. તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે પિત્તળનો કલશ પણ ખરીદી શકો છો. સોનાના સિક્કા ખરીદી શકો છો.
કન્યા -કન્યા રાશિના જાતકોએ ધનતેરસ પર સૂકી કોથમીર ખરીદવી જોઈએ. પન્ના રત્નની ખરીદી શકો છો. જેને ધારણ કરવું પણ શુભ રહેશે.