Vastu Tips For Sleep: સૂતા પહેલા ઓશિકાની નીચે આ 3 માંથી એક વસ્તુ રાખો, થશે અનેક ફાયદા અને ખુલશે પ્રગતિના માર્ગ
Vastu Tips For Sleep: વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂતા પહેલા ઓશિકાની નીચે ખાસ વસ્તુઓ રાખવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. આ સરળ ઉપાયોથી તમને શાંતિભરી ઊંઘ, કારકિર્દી અને જીવનમાં સારો બદલાવ જોવા મળશે

પ્રતિકાત્મક તસવીર
1/5
ઓશિકાની નીચે મોરપંખ રાખવાથી ઊંઘ સારી આવે છે અને આસપાસની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ અનુસાર, મોરપંખ રાખવાથી રાહુના નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થાય છે અને ખરાબ સપનાઓ પણ આવતાં નથી. સવારે વ્યક્તિ તાજગી સાથે જાગે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની શક્યતાઓ વધે છે.
2/5
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે તુલસીના થોડા પાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી નકારાત્મકતાની ઊર્જા દૂર રાખે છે અને મનને શાંતિ આપે છે. જેના કારણે ઊંઘમાં સુધારો થાય છે. સાથે સાથે ધનલાભ અને પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે.
3/5
વાસ્તુ અનુસાર, સૂતા પહેલા ઓશિકાની નીચે લસણની એક કળી રાખવાથી ગાઢ ઊંઘ મળે છે અને ધન સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. માનવામાં આવે છે કે લસણની કળી ધનને આકર્ષિત કરે છે અને આર્થિક સ્થિરતા લાવે છે.
4/5
આ ત્રણ વસ્તુઓ સિવાય વાસ્તુ અનુસાર, સૂતા પહેલા માથાની બાજુથી થોડા અંતરે પાણીથી ભરેલું એક વાસણ રાખવું પણ શુભ માનવામાં આવેલું છે. વાસ્તુના આ નાના-નાના ઉપાયો જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 03 Feb 2026 12:28 PM (IST)