Vastu Tips: ઘરના પૂજા સ્થાને શંખ રાખવાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે થાય છે આ અદભૂત લાભ, જાણો નિયમ
આપણા શાસ્ત્રોમાં શંખનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પણ શંખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માંગો છો તો તમારા ઘરમાં શંખ રાખો. તેમજ દરરોજ નિયમિત રીતે શંખ નાદ કરો.
શંખ ઘરમાં સૌભાગ્ય લાવે છે. શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના અવાજથી ઘરમાં પવિત્રતા આવે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા પ્રવર્તે છે.
શંખમાં પાણી કે ચોખા કે ગંગા જળ નાખીને ઘરમાં છાંટો આ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે
જો હિંદુ શાસ્ત્રોનું માનીએ તો શંખને દેવી લક્ષ્મીના ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યો છે. કારણ કે શંખની ઉત્પત્તિ દેવી લક્ષ્મીની જેમ થઈ હતી. શંખની ગણતરી સમુદ્રમંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે.