Weekly Tarot Horoscope:આ ત્રણ રાશિના લોકોને થશે ધનલાભ , જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope 18- 24 December 2023: મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આવનાર નવું સપ્તાહ કેવું રહેશે? ટેરોટ કાર્ડ્સ દ્વારા જાણીએ સાપ્તાહિક રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ-આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, નાની બીમારીઓ સિવાય તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમામ કામ સારી રીતે પૂર્ણ કરશો. બાળકો સાથે અથવા કલા સંબંધિત કામમાં સમય પસાર થશે. સરકાર તરફથી સન્માન મળવાની શક્યતાઓ છે, તમને આધ્યાત્મિકતામાં રસ પડશે અને સપ્તાહના અંતે તમે વધુ સારી સ્થિતિમાં હશો જ્યાં તમે વધુ આરામ અનુભવશો.
વૃષભ-આ સપ્તાહ શુભ રહેશે. આ અઠવાડિયે તમે અભ્યાસ સંબંધિત કામ કરશો આ અઠવાડિયે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો આ સપ્તાહ આપને સફળતા અપાવશે. દરેક કામ સારી રીતે પરિપૂર્ણ થશે.
મિથુન-આ અઠવાડિયે તમને ગૂઢવિદ્યામાં રસ પડશે અને તમે નિરાશ છો અથવા કોઈ વાતને લઈને ખૂબ થાકેલા છો તો આ અઠવાડિયું તમને ઉર્જા આપશે. નિરાશા દૂર થશે પરંતુ અઠવાડિયાના મધ્ય અને અંત સુધીમાં તમે વધુ સારી સ્થિતિમાં રહશો.
કર્ક-સપ્તાહની શરૂઆત કોઈ વિષય પર આયોજન અને વ્યૂહરચના સાથે થશે. અન્ય લોકો સાથે વિવાદમાં પડવાનું ટાળો. તમને પરિવાર તરફથી સહયોગ મળી શકે છે, તમે આ સપ્તાહની શરૂઆતમાં ધાર્મિક યાત્રા પર જઈ શકશો. જો તમે માતાપિતા છો, તો તમે તમારા બાળકોના સ્વાસ્થ્ય વિશે થોડા ચિંતિત હોઈ શકો છો.
સિંહ-આ સપ્તાહની શરૂઆત પરિવારમાં પ્રિયજનો વચ્ચે કોઈક સારા સમાચાર અથવા ઉજવણી સાથે થઈ રહી છે. કદાચ તમે કૌટુંબિક ફંક્શન અથવા લગ્નમાં હાજરી આપશો. સપ્તાહના મધ્યમાં, નાણાકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવી શકે છે.
કન્યા-ઘર અને મિલકત સંબંધિત સોદો અથવા રોકાણ કરવા માંગો છો અને તમે તમારા ખર્ચની યોજના એવી રીતે કરી રહ્યાં છો કે સારી રીતે બંધુ જ સારી રીતે સંપન્ન થાય તો આ અઠવાડિયે આપનું કામ નહી થાય.આ અઠવાડિયે તમે પૈસા પર વધુ સારું નિયંત્રણ કરવા માંગો છો પરંતુ પહેલા તમાપા વિચારો પર પણ તમારું સારું નિયંત્રણ હોવું જોઇએ.
તુલા-અઠવાડિયાની શરૂઆત કેટલાક જૂના વિચારો, ભૂતકાળના મુદ્દાઓ સાથે થશે. તમે સંજોગોમાં નવીનતા અને પરિવર્તનની શોધમાં છો પરંતુ તે મેળવી શકતા નથી જેના કારણે તમારી સર્જનાત્મકતા અવરોધાય છે. પરંતુ તમે નિશ્ચિંત રહી શકો છો કે અઠવાડિયાના મધ્યમાં તમે તમારા વિચારો અને સર્જનાત્મકતાને વધુ સારી રીતે સંચાલિત કરી શકશો.
વૃશ્ચિક-સપ્તાહની શરૂઆત કોઈપણ મતભેદો અને વિવાદોની ચર્ચા સાથે થશે. તમે તમારા વિચારો લોકો સમક્ષ સારી રીતે રજૂ કરી શકશો અને લોકો પણ તેને હકારાત્મક રીતે લેશે. પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ અનુકૂળ નથી.
ધન-સપ્તાહની શરૂઆતમાં પ્રવાસના યોગ છે. આ અઠવાડિયે તમે કાયદાકીય બાબતો પર કંઈક લખવા, વાંચવા અથવા જોવાનું પણ પસંદ કરશો. સપ્તાહના મધ્યમાં થોડો મતભેદ થઈ શકે છે. ઘર અથવા ઓફિસમાં કોઈ બાબતને લઈને તમે નાખુશ રહેશો. પરંતુ આ અઠવાડિયે, તમે લોકોના માર્ગદર્શક બનશો, લોકો તમારી સાથે તેમની લાગણીઓ વિશે વાત કરવા માંગશે અને તેમને સાંભળ્યા પછી, તમે કેટલાક સૂચનો આપશો જે તેમનું પથ દર્શન કરાવશે
મકર -આ અઠવાડિયું તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહ સારું છે. સપ્તાહના અંત સુધીમાં સ્થિતિમાં વધુ સુધારો થશે
કુંભ- આ અઠવાડિયે તમારી ઇચ્છા શક્તિ પર કામ કરવાની જરૂર પડશે જેથી તમે જે ઇચ્છો તે પ્રાપ્ત કરી શકો. તમારા સ્વાસ્થ્ય વિશે, તમે એક નવી દિનચર્યા બનાવવા માંગો છો, જે પ્રાપ્ત થઈ શકતી નથી. તમારી પાસે પૂરતા પૈસા પણ છે, અઠવાડિયાના અંતે તમે પરિસ્થિતિને વધુ સારી રીતે કેવી રીતે હેન્ડલ કરી શકાય તેનું પણ મૂલ્યાંકન કરશો
મીન-આ અઠવાડિયું એવું અઠવાડિયું છે કે તમે તમારી પરિસ્થિતિઓ પર નિયંત્રણ રાખો. પારિવારિક સુખ અને પૈસા સંબંધિત કોઈ સમસ્યા દૂર થઈ શકે છે. તમે સર્જનાત્મક ઉર્જાને વ્યવહારુ અભિવ્યક્તિ આપી શકશો, આ અઠવાડિયે તમે તમારા મંતવ્યો સારી રીતે વ્યક્ત કરી શકશો અને લોકોને તમારી વાત સાંભળવા મજબૂર કરી શકશો. શું તમારું એવું કોઈ વર્તન છે જે તમે આદતથી કરો છો, જેને તમે આ અઠવાડિયે બદલવાની જરૂર અનુભવશો અને તમે તેમાં ફેરફાર પણ કરી શકશો. આશાવાદી બનવું સારું છે. તમે કોઈપણ પ્રકારની રાજનીતિથી બચી શકશો.