Yearly Horoscope 2025: નવા વર્ષમાં નવી નોકરી મળશે, લગ્નના યોગ સર્જાશે, જાણો આપની રાશિનું વાર્ષિક રાશિફળ
નવું વર્ષ 2025 બુધવાર, 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વર્ષનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે જાણીએ કે મેષથી મીન રાશિના જાતક માટે આ વર્ષ કેવું વિતશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ-ગણેશજી કહે છે કે આ રાશિના લોકોનું મનોબળ નવા વર્ષમાં ઊંચું રહેશે. વેપારી માટે આ વર્ષ લગભગ સાનુકૂળ રહેશે. નોકરીમાં પ્રગતિદાયક સ્થિતિ રહેશે. જમીન-મકાન વગેરેની ખરીદી-વેચાણ માટે આ સમય સાનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં સાવધાની રાખો.
વૃષભ -ગણેશજી કહે છે કે નવા વર્ષમાં આ રાશિના લોકો માટે પ્રગતિકારક સ્થિતિ રહેશે. ખાવા-પીવામાં સાવધાની રાખો. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગતા હો, તો વર્ષના પહેલા મહિનાની સરખામણીમાં વર્ષના છેલ્લા મહિનામાં વ્યક્તિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં થોડો તણાવ છે. જીવનસાથી વચ્ચે થોડો મતભેદ થશે.
મિથુન -નવા વર્ષમાં તમારા માટે શુભ રહેશે. બિનજરૂરી વાદવિવાદ ટાળો, તમારી વાણી પર નિયંત્રણ રાખો. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ પરસ્પર તાલમેલ જાળવી શકાય છે. લગ્ન સંબંધમાં થોડી સમજૂતી કરવી પડી શકે છે. શત્રુ પક્ષ તરફથી પણ મુશ્કેલી આવી શકે છે.
કર્ક -આ રાશિના જાતકોને નવા વર્ષમાં પ્રોપર્ટી મળવાની સંભાવનાઓ બની શકે છે. જો વ્યક્તિ જમીન, વાહન અને મકાન ખરીદવા અથવા વેચવા માંગે છે તો તેના માટે સમય શુભ છે. પ્રવાસની તક મળશે. વેપારમાં મોટા લાભની સ્થિતિ સર્જાઈ શકે છે.
સિંહ -નવા વર્ષમાં આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. આર્થિક ક્ષેત્રે લાભ થશે. બિનજરૂરી વાદવિવાદ ટાળો. જો તમે કોઈ મિલકત ખરીદવા માંગતા હોવ તો વર્ષ અનુકૂળ રહેશે. વેપારમાં પૈસાનું રોકાણ ફાયદાકારક રહેશે.
કન્યા-નવા વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આર્થિક બાબતોમાં આ વર્ષ સામાન્ય અને સંઘર્ષ ભરેલું હોઈ શકે છે. જમીન અને મકાન ખરીદવાની સંભાવના બની શકે છે. તમને બોનસ મળી શકે છે. પરિવાર સાથે મતભેદો સુધરશે.
તુલા -નવા વર્ષમાં આ રાશિના જાતકોએ વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો જોઈએ નહીંતર તેમને તણાવનો સામનો કરવો પડી શકે છે. પ્રોપર્ટીના ખરીદ-વેચાણથી નફાકારક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વેપારની દૃષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે.
વૃશ્ચિક-નવું વર્ષ અનુકૂળ રહેશે. આ વર્ષ મોટાભાગે લાભદાયી અને પ્રગતિકારક બની શકે છે. સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખો. આવકના નવા સ્ત્રોત બનશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પ્રગતિની તક મળશે.
ધન-નવા વર્ષનો મધ્ય ભાગ થોડો સંઘર્ષમય રહેશે.પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. ભાઈ-બહેન અને પરિવારના સભ્યો માટે પ્રગતિની સંભાવના છે. વાહન વગેરે સાવધાનીથી ચલાવો. નોકરી-ધંધામાં લાભદાયક સ્થિતિ સર્જાવાના સંકેત છે
મકર -નવા વર્ષમાં નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફરની સંભાવના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્રિત રહેશે. પ્રેમ સંબંધોના ક્ષેત્રમાં થોડો સંયમ જાળવો, નહીંતર તમારે માનસિક મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે.
કુંભ-નવા વર્ષમાં તમારે ધીરજ અને ડહાપણથી કામ લેવું જોઈએ. મિલકત, સંપત્તિ અને વાહનોની ખરીદી અને વેચાણમાં સાવધાની સાથે આગળ વધો. કોર્ટના મામલામાં ખર્ચ વધી શકે છે. તમારી પત્નીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે.
મીન -આ રાશિના લોકો માટે નવું વર્ષ સાનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યક્તિનું સન્માન વધશે. વિવાહિત જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન વગેરેનો લાભ મળી શકે છે.