Numerology : આપની જન્મતારીખ બહુ બધું કહે છે, બર્થ ડેટ પરથી જાણો આપનું વ્યક્તિ સહિતની ફેક્ટસ
Numerology : અંકશાસ્ત્ર પોતે જ એક વિજ્ઞાન છે અને તેની મદદથી તમે કોઈપણ વ્યક્તિની શક્તિઓ, નબળાઈઓ, અને સ્વભાવને વિગતવાર જાણી શકો છો. તો જાણીએ આપની બર્થ ડેટ પરથી આપનું વ્યક્તિત્વ અને અન્ચ હકિકત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNumerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે
મૂલાંક 2-નંબર 2 વાળા લોકો ઘણીવાર બીજાને સરળતાથી આકર્ષિત કરી શકે છે. તેમનામાં સેવા ભાવના ઘણી હોય છે. તેમનો ચહેરો ઘણીવાર ચંદ્ર જેવો ગોળાકાર હોય છે અને તેમનું શરીર સામાન્ય હોય છે. નંબર ટુ વાળા લોકો સુંદરતાના પ્રેમી હોય છે. તેઓ સારા પોશાક પહેરવાનું પસંદ કરે છે. તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે, ઘણી વખત નાની નાની બાબતો ચીડાઇ જાય છે. નેગેટિવ વિચાર વધુ કરે છે.
મૂલાંક 3-મૂળાંક નંબર ત્રણ ધરાવતા લોકો ઘણીવાર અત્યંત ઉત્સાહી હોય છે અને હિંમતભેર સંઘર્ષનો સામનો કરે છે. તેમની અંદર ઘણીવાર કંઈક નવું કરવાની ઈચ્છા હોય છે. તેમની વિશેષતા એ છે કે તેઓ મોટાભાગે પોતાના વિશે ઓછું બોલે છે અને બીજાનું વધુ સાંભળે છે. તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણીવાર સક્રિય હોય છે. તેમને વધુ પડતો મેકઅપ પસંદ નથી. ત્રીજા નંબર વાળા લોકો ઘણીવાર સાદું જીવન જીવવાનું પસંદ કરે છે
મૂલાંક 4-ચાર મૂલાંક ધરાવતા લોકો ક્રાંતિકારી વિચારો હોય છે. તેઓ ઘણીવાર ચતુરાઈ અને મુત્સદ્દીગીરી કરવામાં કુશળ હોય છે. મિત્રો બનાવવાની કળા સારી હોય છે. આ લોકો પોતાની વાણીથી બીજાને ખૂબ પ્રભાવિત કરે છે. ચાર મૂલાંકવાળા લોકો કોઈપણ પગલું સાવધાનીપૂર્વક ઉઠાવે છે અને ખૂબ જ સમજી વિચારીને જ નિર્ણય લે છે. તેઓ સ્વભાવે થોડા શંકાસ્પદ અને ભ્રમિત પણ હોય છે.
મૂલાંક 5-મૂલાંક પાંચ ધરાવતા લોકો સ્પષ્ટ અને ઝડપી નિર્ણય લેનારા હોય છે. તેઓ શારીરિક શ્રમ કરતાં માનસિક શ્રમ કરવાનું વધુ પસંદ કરે છે. આ લોકો ઝડપથી લોકો સાથે ભળી જાય છે અને તેમને પોતાના ચાહક બનાવી લે છે. આ લોકોની અંદર ઊર્જાનો વિશાળ મહાસાગર છે. તેઓ સરળતાથી થાકતા નથી. સૌથી અગત્યનું, તેઓ મર્યાદિત સંસાધનો સાથે અમર્યાદિત લક્ષ્યોને અનુસરે છે.
મૂલાંક 6-મૂલાંક નંબર છ વાળા લોકોને કલા, સંસ્કૃતિ વગેરેમાં ઘણો રસ હોય છે. આવા લોકો પોતાના ઈરાદામાં મક્કમ હોય છે. એકવાર નક્કી કરી તેને તેઓ વળગી રહે છે. 6 મૂલાંકના લોકો સમયના પાબંદ હોય છે. પ્રવાસ કરવો, સામાજિક વ્યવહાર કરવો, સારો ખોરાક લેવો અને સારા કપડાં પહેરવા એ તેમના શોખહોય છે. 6 મૂલાંકના લોકો પણ સુંદરતાના પ્રેમી હોવાથી તેઓ ઘણીવાર વિજાતીય વ્યક્તિ તરફ વધુ આકર્ષિત થાય છે.
મૂલાંક 7-મૂલાંક નંબર સાત ધરાવતા લોકોમાં મોટાભાગે સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે અને તેઓ કલ્પનાશીલ વિચારોથી સમૃદ્ધ હોય છે. આવી વ્યક્તિને ધર્મ અને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ હોય છે. તેમનામાં એક એવો ગુણ હોય છે કે તેઓ સામેની વ્યક્તિના વિચારો સરળતાથી સમજી શકે છે. સાત મૂલાંક સાથે જે પણ લોકો રસ લે છે, તે તેમાં નિપુણતા મેળવ્યા પછી જ કરે છે. સામાન્ય રીતે, તેઓ એકલવાયું જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ વસ્તુઓ જાણવા ઉત્સુક હોય છે. તેમને બહુ મજાક કે વ્યર્થતા પસંદ નથી.
મૂલાંક 8-મૂલાંક નંબર આઠ ધરાવનાર વ્યક્તિ ઘણીવાર સહનશીલ અને તમામ પ્રકારની છેતરપિંડીથી દૂર રહે રહે છે. સામાન્ય રીતે આ સંખ્યાના લોકો પોતાની લાગણીઓને પોતાની પાસે રાખે છે. આ કારણે જ તેમનું વર્તન અને જીવન ઘણીવાર રહસ્યમય હોય છે. આવા લોકો મોટાભાગે કોઈપણ બાબતમાં ઊંડા ઊતરવાનું અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ શોધવાનું પસંદ કરે છે. આ મૂલાંકનો લોકો જિદ્દી હોય છે, તેમની ભૂલ નથી સ્વીકારતા
મૂલાંક 9-નવ મૂલાંક ધરાવતા લોકો મોટાભાગે નવા વિચારોના અનુયાયીઓ હોય છે. ક્યારેક ગુસ્સે થઈ જવું તો ક્યારેક અચાનક ખુશખુશાલ થઈ જવું એ તેમનો સ્વભાવ છે. જોકે તેઓ ખૂબ જ સંઘર્ષ કરે છે. 9 મૂલાંકના લોકો મોટાભાગે દયાળુ સ્વભાવના હોય છે. માત્ર થોડા પ્રયત્નોથી, તેઓ ખુલ્લા દિલથી મદદ કરવા તૈયાર થઈ જાય છે. તેમનું પારિવારિક જીવન સામાન્ય હોય છે. સામાન્ય રીતે, તેઓ ક્યારેય અન્યની દખલગીરી પસંદ નથી કરતા.