Laxmi Panchmi: આજે લક્ષ્મી પંચમીના અવસરે આ સરળ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, થઇ જશો માલામાલ
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસને લક્ષ્મી પંચમી કહે છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયથી આપ ભૌતિક સંપદા પ્રાપ્ત કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલ એટલે કે આજે છે.
આજના દિવસે મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી મા લક્ષ્મીની કૃપા વધે છે અને જીવનમાં વૈભવ સુખની પ્રાપ્તિ થાય છે
આજના દિવસે મહાલક્ષ્મીની સાધના ઉપાસનાથી આર્થિક સંકટોથી મુક્તિ મેળવી શકાય છે.
લક્ષ્મી પંચમીએ માતા લક્ષ્મીનું સ્થાપન કરીને તેનું ષોડસોપચારે પૂજન કરો અને માતાને ગોળ, હળદર અને અનાજ અર્પિત કરો.
મા લક્ષ્મીને લાલ ફુલ અને ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરો,. ઉપરાંત આજના દિવસે મા લક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય લગાવો.
સાંજના સમયે શુભ મૂહૂર્તમાં મા લક્ષ્મીની આરતી કરો અને આ સમયે માતાને દૂધમાં સાકર નાખીને તેનો ભોગ લગાવો,આ પ્રસાદ સૌ કોઇને વહેચો. લક્ષ્મી પંચમીના અવસરે આ વિધાનથી પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનમાં સુખ સંપદા પ્રાપ્ત થાય છે.