બુધનું ગોચર આ 4 રાશિના લોકો માટે નિવડશે અતિશુભ, બિઝનેસ અને રોકાણ માટે પણ શ્રેષ્ઠ સમય

7 મે 2025 એક ખાસ દિવસ છે. આ દિવસે, બુદ્ધિ, વાણી અને સંદેશાવ્યવહારનો કારક ગ્રહ બુધ તેની રાશિ બદલશે. ચાલો જાણીએ કે બુધ ક્યારે પોતાની રાશિ બદલશે અને કઈ રાશિના લોકોને ફાયદો થશે

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/6
આ દિવસ ખૂબ જ ખાસ છે. જો તમારી રાશિ મિથુન, કન્યા, ધનુ, મીન છે તો તમને માલવ્ય યોગનો લાભ મળશે. તો જાણીએ બુઘનું ગોચર કઇ રાશિ માટે શુભ
2/6
આ દિવસે બુધ ગ્રહ પોતાની રાશિ બદલશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, સંદેશાવ્યવહાર અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે.૭ મેના રોજ બુધ મેષ રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહ 7 મે, બુધવારના રોજ સવારે 4.13 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ લગભગ 16 દિવસ સુધી મેષ રાશિમાં રહેશે.
3/6
કર્ક રાશિ-કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન, તમારા આયોજિત કાર્ય પૂર્ણ થશે અને તમારી અપેક્ષાઓ પૂર્ણ થશે. નોકરી કરતા લોકો માટે આ સારો સમય રહેશે અને તેમની આવકમાં વધારો થઈ શકે છે. વ્યવસાય કરનારાઓને નફો મળી શકે છે.
4/6
કન્યા રાશિ-કન્યા રાશિના લોકો માટે બુધનું મેષ રાશિમાં પ્રવેશ શુભ રહેશે. કન્યા રાશિ બુધની રાશિ છે. કન્યા રાશિના લોકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને તમારા કામ પૂર્ણ થશે. વ્યવસાય કરનારાઓને આર્થિક લાભ મળશે.
5/6
તુલા રાશિ-તુલા રાશિના લોકો માટે, 7 મે ના રોજ મેષ રાશિમાં બુધનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે.
Continues below advertisement
6/6
ધન રાશિ- આ રાશિના લોકો માટે, બુધની રાશિમાં પરિવર્તન તેમના કરિયરને ઉન્નત બનાવી શકે છે. જો તમે વ્યવસાય કરશો, તો તમારું કામ વધશે અને તમે નવી ઊંચાઈઓ સ્પર્શી શકશો. ભાગીદારીના વ્યવસાયમાં તમને નફો મળશે.
Sponsored Links by Taboola