Relationship Numerology: આ અંક ધરાવતી સ્ત્રીઓ શા માટે પરિણીત જીવનમાં અગ્રણી બને છે?
Relationship Numerology: અંકશાસ્ત્ર માને છે કે ચોક્કસ અંક ધરાવતી સ્ત્રીઓ સંબંધોને સમજવા અને તેનું સંચાલન કરવામાં ખૂબ કુશળ હોય છે. તેમની સમજણ, પ્રેમ અને બુદ્ધિમત્તાથી જીવનસાથીનું વિશ્વાસ જીતી લે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6
અંકશાસ્ત્રમાં મૂળાંક વ્યક્તિના જીવનની કેટલીક બાબતો જણાવે છે. જન્મતિથિના આધાર પર આ અંક માનવના વિચાર, વ્યવહાર, પસંદ-નાપસંદ અને ભવિષ્યની દિશાને સમજવામાં મદદ કરે છે. મૂળાંક 5ની છોકરીઓનો સ્વભાવ સારો માનવામાં આવે છે.
2/6
જે છોકરીનો જન્મ 5, 14 કે 23 તારીખ થાચ છે તેમનો મૂળાંક 5 હોય છે. આ અંકનો સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ, ચતુરાઈ, સંવાદનું પ્રતિક માનવામાં આવે છે.
3/6
5 નંબર ધરાવતી છોકરીઓની સૌથી મોટી તાકાત તેમની વાતચીતની કુશળતા હોય છે. તેઓ પોતાનો દૃષ્ટિકોણ એટલી સરળ અને અસરકારક રીતે રજૂ કરે છે કે સામેની વ્યક્તિ દલીલ વિના સંમત થઈ જાય છે. કેટલીકવાર, તેઓ પરિસ્થિતિ અને લાગણીઓને સમજીને એક પણ શબ્દ બોલ્યા વિના પરિસ્થિતિને નિયંત્રિત કરી શકે છે.
4/6
આ છોકરીઓ તેમની આઝાદી અને પ્રાઈવેટ સ્પેસને પસંદ કરે છે સાથે તેવમ સંબંધ જાળવવામાં ખૂબ જવાબદાર હોય છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવામાં માહેર હોય છે.
5/6
નંબર 5 ની સ્ત્રીઓમાં કુદરતી આકર્ષણ હોય છે કે તેમના જીવનસાથી તેમની વાતો સરળતાથી સ્વીકારી લે છે. લડવા કે દબાણ કરવાને બદલે, તેઓ દરેક વસ્તુને પ્રેમ, સમજણ અને શાણપણથી સંભાળે છે. તેથી જ એવું કહેવાય છે કે આ સ્ત્રીઓ દલીલો નહીં, પણ દિલ જીતે છે.
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 26 Nov 2025 11:11 AM (IST)