Navratri 2022: નવરાત્રીની પહેલી રાત્રે અમદાવાદ, સુરતમાં જામ્યો ગરબાનો રંગ, જુઓ શાનદાર તસવીરો
2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી થતાં ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયા મનમૂકીને રમ્યાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીમાં પ્રથમ રાત્રે ખૈલેયાએ ગરબાની રમઝટ બોલાવી, તાલીના તાલે સહેલી સંગ ઘૂમતી ગૌરીઓ સંગ પહેલા નોરતે જ માહોલ જામ્યો હતો
કોરોનાના 2 વર્ષ બાદ આતુરતાથી નોરતાની રાહ જતાં ખેૈલેયાનો રાહનો આખરે અંત આવ્યો પહેલા નોરતે જ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં જનમેદની ઉમટી હતી.
ટ્રેડિશનલ પરિધાન સાથે જુદા જુદા અર્વાચીન સ્ટેપ સાથે ખૈલૈયાઓએ મનમૂકીને ગરબાની મોજ માણી
નોરતાની પહેલી રાતે ગરબાનો રંગ જામ્યો હતો. ખેલૈયા પગમાં તાન પહેરીને ગરબે ઘૂમ્યાં હતા.
પહેલા નોરતે પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમ્યાં હતા.બે તાલી, ત્રણ તાલી સાથે અર્વાચીન ગરબાનો રંગ જામ્યો હતો.
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો અવસર મળતાં ખેલાડીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. અનોખી અદા અને છટામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
અર્વાચીન ગરબાની રંગતમાં ખૈલૈયા ગુલતાન થયા હતા. નવરાત્રીના પહેલા નોરતે રાસ ગરબાની જમાવટ જોવા મળી હતી.
તાન પહેરીને સંગીત સાથે ખેલૈયા રાસના રંગમાં તરબોળ થયા હતા. ખેલૈયાની અનોખી છટા અને સ્ટાઇલની તસવીરો કેમેરામાં કંડારાય.
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો મોકો મળતાં ખેલાયામાં રાસ રમવાનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો.
પહેલા નોરતે રાસ-ગરબાથી માની આરાધના કરતા ખેલૈયાઓએ તાલીના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી