Ank Jyotish: 5 અંકની વિશેષતા જાણીને રહી જશો દંગ, 5,14,23 તારીખે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ વાત
જે લોકોનો જન્મ 5મીએ થયો હોય અથવા જેમની જન્મતારીખ અંક પ્રમાણે 5 હોય એટલે કે 5મી, 14મી, 23મી હોય, આવા લોકો પોતાનામાં જ નેતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકશાસ્ત્ર અનુસાર, 5 નંબર ધરાવતા લોકો તેમના જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. આ લોકો જે પણ કામ કરે છે, તે પૂરા દિલથી કરે છે અને તેમાં પોતાનો જીવ લગાવે છે.
5 નંબર વાળા લોકો ઉર્જા અને હિંમતથી ભરેલા હોય છે. આ લોકોને દરેક કામ જાતે જ કરવાનું પસંદ હોય છે. તમે કરેલા કામમાં આત્મવિશ્વાસ રાખો.
5 નંબરવાળા લોકો ખૂબ ગુસ્સે થાય છે. આવા લોકો કોઈનો અન્યાય સહન કરી શકતા નથી.
5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, આ લોકો પર બુધ ગ્રહના પ્રભાવને કારણે તેમનું મન ખૂબ જ ઝડપથી કામ કરે છે અને આ લોકો કોઈના પર નિર્ભર રહેવા માંગતા નથી, તેઓ તેમનું કામ કરવા માગે છે.
5 નંબર વાળા લોકોમાં ઘણો વધારે આત્મવિશ્વાસ હોય છે એટલે કે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે ક્યારેક તેમનું કામ પણ બગડી જાય છે.