Numerology Lucky Stone: જાણો મૂલાંક અનુસાર આપને માટે કયો છે લકી સ્ટોન,ધારણ કરતાં જ બદલી જશે ભાગ્ય
Numerology Lucky Stone: જાણો મૂલાંક અનુસાર આપને માટે કયો છે લકી સ્ટોન,ધારણ કરતાં જ બદલી જશે ભાગ્ય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂલાંક 01 ( જન્મતિથિ 01,10,19,28) તારીખે જન્મનારનો મૂલાંક 1 હોય છે. આ લોકો સોનામાં માણિક્ય રત્ન ધારણ કરી શકે છે. જેને અંગ્રેજીમાં રૂબી કહે છે.
મૂલાંક 02( જન્મતિથિ- 02, 11, 20,29) આ મૂલાંકનું શુભ રત્ન મોતી છે. અંકશાસ્ત્ર અનુસાર મોતીનો સંબંધ ચંદ્ર સાથે છે. આ રત્નને ચાંદીની વીંટીમાં ધારણ કરવાથી તમને લાભ થશે અને તમારા મન પર નિયંત્રણ રહેશે.
મૂલાંક 03 (03, 12, 21, 30)- મૂલાંક 03 વાળા લોકો માટે પુખરાજ એ શુભ રત્ન છે. જો તમે આ સ્ટોનને આપ આપના જમણા હાથની તર્જનીમાં પહેરશો તો તમને લાભ થશે. આ અંકનો શુભ રત્ન પુખરાજ છે અને શુભ ધાતુ સોનું છે.
મૂલાંક 04 (જન્મ તારીખ 04, 13, 22, 31) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 04 વાળા લોકોનો શુભ રત્ન નિલમ છે. તેને પંચધાતુમાં પણ ધારણ કરી શકાય છે. આપ ગોમેદ પણ ધારણ કરી શકો છો.
મૂલાંક 05 (05, 14, 23) - મૂલાંક 05 ધરાવતા લોકો માટે અંકશાસ્ત્ર અનુસાર પન્ના એક શુભ રત્ન છે. બુધવારે તેને ધારણ કરવાથી લાભ થશે.
મૂલાંક 06 (જન્મ તારીખ 06, 15, 24) - અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 06 વાળા લોકો માટે હીરા ખૂબ જ શુભ હોય છે. તેને શુક્રવારે પહેરવું જોઈએ. તમે તેને સિલ્વર અથવા પ્લેટિનમમાં સ્ટડેડ પહેરી શકો છો.
મૂલાંક 07 (જન્મ તારીખ 07, 16, 25)- મૂલાંક 07 ધરાવતા લોકો માટે લહસુનિયા સ્ટોન શુભ અને ફળદાયી છે. આ સ્ટોન સોનાની વીંટીમાં ધારણ કરવો શુભ રહેશે.
મૂલાંક 08 (જન્મ તારીખ 08, 17, 26)- અંકશાસ્ત્ર અનુસાર, મૂલાંક 08 વાળા લોકો માટે નીલમ સ્ટોન ખૂબ જ શુભ હોય છે. તમે તેને સોના કે ચાંદીમાં પહેરી શકો છો.
મૂલાંક 09 (જન્મ તારીખ 09, 18, 27)- જે લોકોને મૂલાંક 09 હોય તેમણે અંકશાસ્ત્ર અનુસાર મૂંગા પહેરવા જોઈએ. લાલ રંગનું પરવાળા રત્ન તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તેને સોનાની વીંટીમાં પહેરી શકો છો.