Sawan Sankashti Chaturthi 2023: મનોકામનાની પૂર્તિ માટે સંકટ ચતુર્થીના અવસરે ગણેશજીને આ 5 ચીજ કરો અર્પણ
પંચાંગ અનુસાર, 06 જુલાઈને ગુરુવારે ગણેશ સંકષ્ટી છે. આજના દિવસે રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત તોડી શકાય છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજામાં આ 5 વસ્તુઓ અવશ્ય ચઢાવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાનઃ પરેશાનીઓ અને અવરોધોથી મુક્તિ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિને પાન ચઢાવો, તેનાથી તમને દરેક પ્રકારની સિદ્ધિઓ મળે છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.
પાનઃ પરેશાનીઓ અને અવરોધોથી મુક્તિ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિને પાન ચઢાવો, તેનાથી તમને દરેક પ્રકારની સિદ્ધિઓ મળે છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.
સિંદૂર: દંતકથા અનુસાર, ભગવાન ગણેશએ સિંધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેમના શરીરમાંથી નીકળેલા સિંદૂરની પેસ્ટ ભગવાન ગણેશ દ્વારા ક્રોધિત અવસ્થામાં તેમના શરીર પર લગાવવામાં આવી હતી. એટલા માટે તેમની પૂજામાં સિંદૂર ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે, સિંદૂરથી ઢંકાયેલ ભગવાન ગણેશના સ્વરૂપને જોઈને જીવનના અવરોધક દુષ્ટ તત્વોનો નાશ થાય છે
દુર્વા: ભગવાન ગણેશની તમામ પૂજામાં દુર્વા અર્પણ કરવી મહત્વપૂર્ણ છે. કારણ કે તેમને દુર્વા ઘાસ ખૂબ જ પ્રિય છે. દુર્વા ચઢાવવાથી બીમારી, આર્થિક સંકટની સાથે બુધ દોષ પણ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશને દુર્વાના 11 ગાંઠ અર્પણ કરો.
લાલ કપડાઃ ભગવાન ગણેશને લીલા રંગની સાથે લાલ રંગ પણ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં લાલ રંગના કપડા ચઢાવો. પૂજા સમયે તમારે ખુદે પણ લાલ રંગના વસ્ત્રો જ ધારણ કરવા જોઇએ.
મોદકઃ સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશને મોદક અર્પણ કરો. માન્યતા છે કે ગણેશજીને 21 મોદક ચઢાવવામાં આવે તો ગણેશ સહિત અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશ સહિત તમામ દેવતાઓની કૃપાનો લાભ આપને મળે છે.