Feng Shui Tips: શું આ ત્રણ વસ્તુઓ આપણા ઓફિસ ડેસ્ક પર રાખવાથી નસીબ ખુલે છે અને પ્રમોશન મળે છે ?

Feng Shui Tips: ફેંગ શુઇ લાફિંગ બુદ્ધા, મની પ્લાન્ટ અને ડ્રેગનને તમારા ઓફિસ ડેસ્ક પર યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે, તણાવ ઓછો થાય છે અને કારકિર્દીમા વઘારો થાય છે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
દિવસનો 10થી 7 આ ટાઈમ ઑફીસના કામોમાં સખત મહેનત કરવામા જાય છે. છતાં ક્યારેક આપણને પ્રમોશન કે સારા પરિણામો મળતા નથી. સખત મહેનત છતાં હતાશા વધે છે અને કામ પર ધ્યાન કેન્દ્રિત થતું નથી.
2/6
આવી સ્થિતિમાં આ ત્રણ વસ્તુઓને તમારા ઓફિસ ડેસ્ક પર યોગ્ય જગ્યાએ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે અને કારકિર્દી વૃદ્ધિ અને સફળતા માટે નવી તકો મળશે.
3/6
ફેંગ શુઇની ઘણી વસ્તુઓમાં લાફિંગ બુદ્ધા લોકપ્રિય છે. આ શોપીસને ખુશી અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેને તમારા ઓફિસ ડેસ્ક પર રાખવાથી તણાવ ઓછો થાય છે અને વ્યવસાય અને કારકિર્દી બંનેમાં વૃદ્ધિ થાય છે.
4/6
મની પ્લાન્ટ ફક્ત ઘર માટે જ નહીં પરંતુ ઓફિસ ડેસ્ક માટે પણ શુભ છે. આ છોડ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને સકારાત્મક વાઇબ્સ લાવે છે. મની પ્લાંટને યોગ્ય દિશામાં રાખવાથી પગારમાં વધારો અને કારકિર્દીમાં વૃદ્ધિનો માર્ગ ખુલે છે.
5/6
ઓફિસ ડેસ્ક પર ફેંગ શુઇ ડ્રેગન મૂકવો પણ શુભ માનવામાં આવે છે.તેને ડેસ્ક પર મૂકતી વખતે ડ્રેગનનો ચહેરો તમારી સામે હોવો જોઈએ એટલે કે જ્યાં તમે બેસો છો અને કામ કરો છો. ફેંગ શુઇ ડ્રેગન ખાસ કરીને વ્યવસાયિક લોકો માટે ફાયદાકારક છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola